શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત શાળાઓના નવા મકાનો બનાવવા બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0
ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત શાળાઓના નવા મકાનો બનાવવા બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવેલ વિગત મુજબ આઝાદીના 75 વર્ષ વિતી ગયા અને સરકાર જયારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' મનાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓના ખુબજ ગંભીર પ્રશ્નો છે.




તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં અહીંથી જ “બેટી બચાવો બેટી પઢાઓ”ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારનું પણ "ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત" અભિયાન હાલમાં ચાલે છે. આ બાબતને લઇ ઘટતું કરવા જણાવ્યું છે. શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત શાળાઓના નવા મકાનો બનાવવા બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા ડેડીયાપાડાના ધારાસભ્યે જણાવ્યું હતું. કે, જે ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવા છતા, કહેતા દુઃખ થાય છે કે અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારની જેમ મારા મત વિસ્તારમાં 27 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે.

બીજી ઈતરપ્રવૃતિઓ પણ કરવાની હોય છે. 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. 3 જેટલી શાળાઓ પાળી પધ્ધતિથી ચાલે છે. જેથી અહી અભ્યાસ કરતા બાળકોને ભયના ઓથારે અભ્યાસ કરવો પડે છે. ભૂતકાળમાં પણ સરકારને ઘણી રાજુઆતો કરવામાં આવેલી છે. છતા આ બાબતે ધ્યાન આપવામાં નથી આવ્યું. ત્યારે તમામ આદિવાસી વિસ્તારની સાથે મારા વિસ્તારમાં પણ પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓ દૂર કરી નવી શાળાઓ બનાવવાનું જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top