આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા : હવામાન વિભાગ

0
આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભારે વરસાદની શક્યતા નહિવત છે.




ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બિપોરજોય વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસમાં અલગ-અલગ જગ્યાઓ પર હળવો વરસાદની આગાહી છે. વધારે વરસાદ પડવાની સંભાવના નથી.
રાજસ્થાનમાં બિપરજોયે મચાવી તબાહી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રાજસ્થાનમાં બિપરજોયે તબાહી મચાવી છે. 
રાજસ્થાનના અનેક સ્થળોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. રવિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયું હતું. જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. એટલું જ નહીં હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top