સેવાભાવી સંસ્થા હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વ્યારા તાલુકાના મગરકુઈ ગામના અનાથ બાળકોને મળ્યું નવું ઘર

0
વ્યારા તાલુકાના મગરકુઈ ગામે 75 વર્ષીય વૃદ્ધા તેમના બે પૌત્રો સાથે રહી ગરીબી નું જીવન ગુજરાતી રહ્યા હતા. તે દરમિયાન એક સંસ્થાએ તેમના ઘર જર્જરિત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકતા સંસ્થા દ્વારા આ મહિલાની વહારે આવી હતી અને મહિલાને ઘર સહિત શૈક્ષણિક સામાન બાળકો માટે આપી માનવતાનું ઉદાહરણ દાખવ્યું હતું.હાલ નવા ઘર બની જતા વૃદ્ધ અને બાળકો માં રાહત થઈ હતી. વ્યારા તાલુકાના મગરકુઈ ગામમાં 75 વર્ષીય લલીતાબેન ગોપાલભાઈ ગામીત અને તેમના બે પૌત્ર ઉજ્જવલ અને કુણાલ સાથે રહી મુશ્કેલી જીવન ગુજારી રહ્યા હતા.



વૃદ્ધ દાદી અને અનાથ બાળકોના ગમે ત્યારે તૂટી પડે એવા જર્જરિત ઘર માટે મદદ કરવા માટે વિડિયો હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિત ગામીત દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે વાયરલ થતાં HRK HELP GROUP SURAT ની ટીમ પાસે પહોચ્યો હતો. જેથી તેના કાર્યકર્તા પંકજભાઈ સુતરીયા,મિત ભાઈ સુતરીયા તેમજ ટીમ દ્વારા મગરકુઈ ખાતે જર્જરિત ઘર ની મુલાકાત લીધી હતી તેમજ નવું ઘર બનાવી આપવા દાતાઓને રજૂઆત કરી હતી.

જે માટે ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ દ્વારા ઘર બનાવવા તમામ ફંડ આપવાનું જણાવતા ઘર બનાવવાની તાત્કાલિક ધોરણે શરૂઆત કરવામાં આવી હતી. જે 20 દિવસ બાદ ઘરનું કામ પૂર્ણ થયું હતું. ઘર બનાવવા દરમિયાન મગરકૂઈ ગામના યુવા કૃપલ ગામીત તેમજ પાડોશીઓનો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો. સૌ એક પરિવારની જેમ મળીને ઘર તૈયાર કરવામાં મદદરૂપ બન્યા હતાં.આજ રોજ ઘરનું ઓપનિંગ અનાથ બાળકો ઉજ્વલ અને કૃણાલ દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. તેમજ સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ અનાથ બાળકો અને વૃદ્ધ દાદીના નવા ઘરના ઓપનિંગમાં ટીમ hrk હેલ્પ , ટીમ ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ , ટીમ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.HRK HELP ટ્રસ્ટ દ્વારા આ બાળકોને રહેવા માટે ઘર, બાળકો ભણે અને કમાઈ શકે ત્યાં સુધી અભ્યાસ માટે જવાબદારી, 2 સાયકલ , વાસણો , કરિયાણું , કઠોળ અનાજ વગેરે જેવી તમામ મદદ પૂરી પાડવામાં આવી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top