બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે વિવાદિત વેડ-વરિયાવ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. નવાઈની વાત એ છે કે,એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડી ગયો છે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે. વરિયાવ તરફનો ભાગ દબાઈ ગયો છે. પહેલા જ વરસાદે બ્રિજ સેલની પોલ ખોલી નાખી છે. બ્રિજનો ભાગ બેસી જતા અધિકારીઓ દોડતા થયા છે. લોકોએ બ્રિજ સેલના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે.
સુરત મનપાના કરોડોના ભ્રષ્ટાચારની કુદરતે પોલ ખોલી નાખી છે. 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 118 કરોડનો બ્રિજ 42 દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે. વેડ-વરિયાવ બ્રિજ પર પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના ગાબડા પડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે, 18 મેના રોજ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતુ. 1496 મીટર લંબાઈ ધરાવતા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. સુરત શહેરમાં બનેલા 120મા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડને લઈને લોકોએ પણ આકરા સવાલો કર્યા છે. ભ્રષ્ટાચારનું પાપ છૂપાવવા થીંગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિજય એન મિસ્ત્રી પ્રાઈવેટ લિ.ને સોંપાયું હતું.



.png)