કુકરમુંડા તાલુકામાં સરકાર દ્વારા પાણી પુરવઠા યોજના અને લિફ્ટ એરિગેશન યોજનાનું નવ નિર્માણ કરવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કુકરમુંડા તાલુકામાં એજન્સી દ્વારા પાણી પુરવઠા યોજના તેમજ લિફ્ટ એરિગેશન યોજના બનાવવાની કામગીરી આશરે બે વર્ષથી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં કુકરમુંડા તાલુકામાં સમાવેશ 18 ગ્રામ પંચાયતોની સીમા વિસ્તારમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે.
આ પાઇપ લાઈન નાખવા માટે એજન્સી દ્વારા ગામડાના સીમા વિસ્તારમાં આવેલ ડામર રસ્તાઓનું ખોદકામ કરીને પાઇપ લાઈન નાખી દેતા હોય છે. પરંતુ ડામર રસ્તા ઉપર કરેલ ખોદકામમાં માત્ર માટીથી જ પુરાણ કરવામાં આવતું હોય છે. ડામર રસ્તા ઉપર કરેલ ખોદકામમાં સિમેન્ટ કે ડામર નાખીને પુરાણ કરવામાં આવતું નથી. કુકરમુંડાના બાલંબા ગામની સીમમાંથી પસાર થતા ડામર રસ્તા ઉપર પણ પાઇપ લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવેલ હતું.
જેમાં પાઇપ લાઈન નાખીને એજન્સી દ્વારા માત્ર માટીનું જ પુરાણ કરવામાં આવતા, રસ્તા ઉપર કાદવ - કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં વરસાદ પડતા જ રસ્તાઓ કાદવ-કીચડ વાળો બની જતા રસ્તાઓ ઉપર પસાર થતા વાહન ચાલકો તેમજ લોકોઓ અને ગામજનોઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી તાપી નદી કિનારે પાણી પુરવઠા યોજના તેમજ લિફ્ટ એરીગેશનું મુખ્ય હેડવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
જે પાણી પુરવઠા યોજના અને લિફ્ટ એરીગેશનના મુખ્ય હેડવર્કથી પાણી સપ્લાય કરવા માટે કુકરમુંડા તાલુકામાં પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે. અનેક ગામોની સીમમાં ખેતરાડી વિસ્તાર કે ગામ્ય વિસ્તામાંથી પસાર થતા ડામર રસ્તાઓને એજન્સી દ્વારા જે.સી.બી. વડે ખોદીને પાઇપ લાઈન નાખવામાં આવે છે. પરંતુ એજન્સી દ્વારા આ રસ્તાઓ ઉપર માત્ર માટીથી જ પુરાણ કરવામાં આવી રહ્યું છે.



.png)