બારડોલીમાં સતત બીજા દિવસે મેઘ મહેર થઇ છે. સવારથી જ વરસાદ વરસતા, માર્ગના નીચાણ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખેડૂતો વાવણી માટે વાટ જોઈને બેઠા હતા. સૌથી વધુ બારડોલી તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
બારડોલીમાં નીચાણ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે. જેનું મુખ્ય કારણ પાલિકા છે. ગાંધીરોડ પર રાજીવ નગરના પુલ નજીક એક બિલ્ડરના પતરાના શેડ હોવાથી પાણી અવરોધાતા પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. ખોડીયાર નગરમાં પણ રસ્તો નીચો અને ચેમ્બર ઊંચી હોવાથી પાણી ભરાતા પાલિકાની ટીો સવારે આવી કામગીરી શરૂ કરી હતી. સુગરનાં અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા.



.png)