તાપી જિલ્લામાં જૂન માસમાં ત્રણ સપ્તાહમાં વરસાદ નોંધાયો ન હતો, જ્યારે છેલ્લા સપ્તાહમાં સતત બે દિવસથી મેઘરાજાએ ધામો નાખ્યો છે.
તાપી જિલ્લામાં સાત તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. હાલ વાવણી લાયક વરસાદના પગલે ખેડૂતો ખેતી કામ પૂરજોશમાં આરંભી દીધું છે. મંગળવાર દિવસ દરમિયાન વ્યારામાં અને સોનગઢ અને વાલોડમાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.
વ્યારા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જાણવા મુજબ મંગળવારે સવારે 6:00 થી સાંજે 04 કલાક સુધીમાં વ્યારામાં 32 મિમી ,સોનગઢમાં 38 મિમી, વાલોડમાં 36 મિમી, નિઝરમાં 08મિમી, ઉછલમાં 12 મિમી, કુકરમુંડામાં 1 મિમી અને ડોલવણમાં 21 મિમી વરસાદ નોંધાયો હતો.



.png)