નિઝર,કુકરમુંડા સહિતના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી ધીમે ધીમે વધવા માંડી

0
તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં આ વર્ષે એટલે કે વર્ષ 2023 માં ગુરુવારે 29 મી જૂને બપોરે સહુ પ્રથમ વખત 6093 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી.એ સાથે જ દિવસ દરમિયાન ડેમ માં પાણી ની આવક સતત જળવાયેલી રહેતાં ડેમ ની સપાટી માં પણ ધીમી ધારે સુધારો નોંધાયો હતો. તાપી પર ના ઉકાઈ ડેમ માં આ વર્ષે જૂન માસ દરમિયાન પાણી ની આવક શરૂ થઈ ન હતી.


જો કે ડેમ ના ઉપરવાસ માં આવેલ નિઝર,કુ કરમુંડા માં ગત બે દિવસ દરમિયાન પડેલ ધોધમાર વરસાદ ના કારણે ડેમ માં પાણી નો ઇનફ્લો શરૂ થયો હતો.જૂન માસ ના અંત ભાગે 29 મી જૂને બપોરે 1 કલાકે આ વર્ષે પહેલી વખત ઉપરવાસ માંથી 6093 ક્યુસેક પાણી નો ઇનફ્લો શરૂ થયો હતો જે દિવસ દરમ્યાન સતત જળવાયેલો રહ્યો હતો.આ વર્ષે ગુરુવાર બપોરે 1 કલાકે ઉકાઈ ડેમ ની સપાટી 308.22 ફુટ જેટલી નોંધાઇ હતી જે આ વરસાદી સિઝનમાં હમણાં સુધી ની ડેમ ની સહુ થી નીચી સપાટી છે.

ઉકાઈ ડેમ માં ગુરુવારે બપોરે 12 કલાકે 2528 mcm પાણી એટલે કે કુલ ક્ષમતા ના 34.11 % પાણી ઉપલબ્ધ હતું જે બપોરે 2 કલાકે વધી ને 2530 mcm થઈ ગયું હતું જ્યારે ઉકાઈ ડેમની સપાટી પણ વધી ને 308.24 ફૂટ પર પહોંચી હતી જે કુલ સંગ્રહ ક્ષમતા ના 34.13% જેટલું હતું.ઉકાઈ ડેમ ની કુલ સપાટી 345 ફુટ ના પ્રમાણ માં શુક્રવારે બપોરે 4 કલાકે ડેમ ની સપાટી વધી ને 308.26 ફુટ પર પહોંચી હતી જ્યારે ઉકાઈ ડેમમાં પાણી ની આવક 6191 ક્યુસેક જ્યારે કેનાલ વાટે 600 ક્યુસેક પાણી છોડવા માં આવી રહ્યું હતું જ્યારે પાણી નો સંગ્રહ 2532 mcm એટલે કે 34.16 % જેટલો થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top