વલસાડ : 5 તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ, પારડીમાં પોણા સાત ઇંચ નોંધાયો

0
રાજ્યમાં મોન્સૂન શરૂ થતાની સાથે કેલસાડ જિલ્લામાં મેહુલ્યો મન મૂકી વર્ષી રહ્યો છે. વલસાડમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.



વલસાડ જિલ્લાના 6 તાલુકાઓ પૈકી 5 તાલુકાઓમાં બુધવારે 100mm કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેને લઈને સમયસર વાવણી માટેનો વરસાદ આવતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાય ગયા છે. વલસાડ જિલ્લામાં આજે સવારે પુરા થતા 24 કલાકમાં સૌથી વધુ પારડી તાલુકામાં 169 mm વરસાદ નોંધાયો છે. 




જ્યારે સૌથી ઓછો 85 mm વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારો અને વલસાડ શહેરના મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડર પાસ અબે વાપી રેલવે અંડર પાસમાં, ભિલાડ રેલવે અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો.





સવારે 6 સુધી પુરા થતા 24 કલાકમાં પડેલો વરસાદ
  • વલસાડ 168 mm
  • ધરમપુર 136 mm
  • પારડી 169 mm
  • કપરાડા 85 mm
  • ઉમરગામ 125 mm
  • વાપી 133 mm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top