વ્યારા : ડાબા કાંઠા કોલોની નજીક મોટાભાગનાં મકાન માલિકોને નોટિસ ફટકારી, ખાલી કરવાનો આદેશ

0
વ્યારા નગરના શંકર ફળિયામાં 70 ઘરના ડીમોલેશનની કામગીરી પૂર્ણ થવાની સાથે જ વ્યારા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટએ શકર ફડીયા સહિત ડાબા કાંઠા કોલોની નજીક મોટાભાગનાં મકાન માલિકોને નોટિસ ફટકારી માત્ર 10 દિવસમાં આ જગ્યા ખાલી કરવાનો આદેશ કરતા ફડફડાટ ફેલાયો હતો.




વ્યારા નગરમાં ગુરુવારે શંકર ફડિયામાં મેગા ડીમોલેશન પૂર્ણ થતાં જ સાંજે વ્યારા સિટી સર્વે દ્વારા આ વિસ્તારની આજુબાજુ આવેલ મકાનોની ઉપર નોટીસ ચોંટાડી દીધી હતી. જે નોટિસમાં જણાવ્યુ મુજબ સરકારી હસ્તક જમીન તમારી પાસે ગેરકાયદે કબજામાં છે. તે જમીન ઉપર પાછુ બાંધકામ કર્યુ છે. સરકાર હસ્તકની જમીનમાંથી લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 નીચે જોગવાઈ ઠરાવોની રૂએ જિલ્લા કલેકટરએ ફાળવેલ સત્તાની રૂએ અત્રેની કચેરીના નં. સીટીએસ/દબાણ/2=2023થી કલમ 61 નીચે હુકમ કર્યો છે. જેથી મળેલ સત્તાની રૂએ આ દબાણ ધારકોને આ જગ્યામાંથી કાઢી મુકવા અધિકાર આપ્યો છે.

સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ યુ.બી.હરખાણી (વ્યારા) સને 1879 મુંબઈના જમીન મહેસૂલ કાયદાની કલમ 202 -જી માં કરાવ્યા પ્રમાણે આ નોટીસ આપી છે, કે આ નોટિસ મળ્યેથી જગ્યા ઉપર તમામ બાંધકામ તા.25/6/23 પહેલા દૂર કરી દેવુ. તેમ કરવામાં ચૂકશો તો સરકારી રાહે જગ્યા ઉપરનું તમામ બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ ચોટડવાની સાથે કેટલાક દુકાનદારો અને ઘર ધારકો દ્વારા ધીમે ધીમે સ્વૈછિક ડીમોલેશન શરૂ કરી દીધું છે.

ડીમોલિશન અટકવવા ભાજપના આગેવાનોને રહિશોની રજૂઆત
70 મકાનોનો ડિમોલિશન બાદ મુશ્કેલીમાં મુકાયેલા શંકર ફળિયાના રહીશો વૈકલ્પિક જગ્યા અને વધુ ડીમોલેશન નાં થાય એ માટે વ્યારા આવેલા ભાજપના નવા પ્રમુખ મયંક જોષી તેમજ વ્યારાના ધારા સભ્ય મોહન કોંકણી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સૂરજ વસાવા સહિત નેતાઓ મળી રજૂઆત કરી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top