તાપી: મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો, માયપુર અને દેગામા ગામને જોડતો હતો પુલ

Study Material
0
વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે


તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ (launch) પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા (Bridge collapse) લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.



આશરે બે કરોડ રુપિયાના ખર્ચે બ્રિજનું કામ શરુ થયુ હતુ
તાપી જિલ્લામાં વર્ષ 2021માં પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. જો કે આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઇ નથી.

અગાઉ વડોદરામાં આવી એક ઘટના બની હતી
થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ એક ઘટના બની હતી. વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે.રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી હતી

અટલ બ્રિજ મુદ્દે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્પષ્ટતા કરી કે જે દિવાલ પડી છે તે ગંદકી ન ફેલાય તે માટેની પ્રોટેક્શન વોલ છે તેને બ્રિજની સ્થિરતા અને મજબૂતી સાથે કોઈ લેવા દેવા નથી. રવિવારે પડેલા વરસાદમાં અટલબ્રિજની સેફ્ટી વોલના બ્લોક તૂટી પડ્યા હતા. જેથી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top