સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદથી રોડ પર પાણી ભારત કુલ 16 રોડ બંધ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રોડ ખાડી પરના છે.
સુરત જિલ્લાના તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ
સુરત જિલ્લામાં છેલ્લા 25 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કામરેજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પલસાણામાં પાંચ, માંડવીમાં ચાર, બારડોલી - મહુવામાં ત્રણ અને સુરત - માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો.
ખાડીઓના લેવલમાં વધારો
સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી ખાડીઓના લેવલમાં વધારો થયો છે. જેના કારણે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે બારડોલી, પલસાણા, માંડવી અને સુરત સિટીમાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 10 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.


.png)