રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
ગઈકાલે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો જેમા વસ્ત્રાપુર,એસ.જી.હાઇવે અને ગોતામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હવમાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે અને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.



.png)