- વર્ષ 2005માં 22 કરોડના ખર્ચે બનનારા બ્રિજની કામગીરી શરૂ કરાયા બાદ એક વર્ષમાં જ અટકી પડતા પ્રજા વર્ષોથી હાલાકી ભોગવી રહી છે
વ્યારા નગરમાં 8 વર્ષથી બંધ પડેલા અધૂરા બ્રિજનું કામ આખરે શરૂ કરાતા વર્ષોથી હાડમારી ભોગવતી પ્રજાને થોડા મહિનાની અંદર જ રાહત મળવાની આશા જાગી છે . નગરમાં દિવસ અને રાત 24 કલાક વાહનોથી ધમધમતા વ્યારા તરસાડા માર્ગ પર રેલવે એલસી નંબર 51 પાસે વર્ષ 2005માં બરોડા આરએનબી હસ્તક અંદાજિત 22 કરોડના ખર્ચની કામગીરી ચાલુ કરાઈ હતી. માંડ કામગીરીને એક વર્ષ થયું હશે ત્યાં એક કામ બંધ થઈ જતા સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી
આ માર્ગનો ઉપયોગ કરતા નજીક આવેલા પાંચ જેટલા ગામો તેમજ આ જ માર્ગ પર આવેલા સીએન કોઠારી હોમિયોપેથિક મેડિકલ અને રિસર્ચ સેન્ટરના 1500 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ આ જ સ્થળે આવેલી હોસ્પિટલ અને બ્લડ બેન્કના દર્દીઓએ ના છૂટકે રસ્તો બંધ થઈ જતા અન્ય રસ્તાની ઉપયોગ કરવો પડતા મુશ્કેલીમાં વધારો થઈ ગયો હતો. હંમેશા પ્રજાના પ્રશ્નને વાંચ્યા આપતા દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા આ મુશ્કેલીનો ડ્રોન તસવીર મુખ્યમંત્રી વ્યારા ખાતે આવ્યા હતા તે દરમિયાન પ્રસિદ્ધ કરી તેમનું ધ્યાન દોર્યું હતું. બીજી તરફ સ્થાનિકો અને વારંવાર રજૂઆતને પગલે આ વિસ્તારના લોકોની આઠ વર્ષે સમસ્યામાં હલ થયો હતો.
તાપી જિલ્લા માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા ટેન્ડરિંગ કરી અંદાજિત 20 કરોડના ખર્ચે અધૂરા બ્રિજને આજથી ચાલુ કરી દેવાયો હતો. આજરોજ વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી અને જીલ્લા મહામંત્રી વિક્રમ તરસાડિયા તેમજ વ્યારા પાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદેદારોની હાજરીમાં વ્યારામાં અધૂરા બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત કરી આજથી ચાલુ કરી દેવાયું છે. જેને 29 ફેબ્રુઆરી 2024 (8 માસ) સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
વર્ષ 2015માં ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી. 912 દિવસમાં કામનું પૂર્ણ રખાયું હતું. 22.77 કરોડ નિર્માણ માટે ફાળવાયા હતા. 756 મીટર રેલવે ઓવર બ્રીજની લંબાઈ 8.775ની ઊંચાઈ હતી.હાલ તાપીમાં માર્ગ મકાન વિભાગ દ્વારા અધૂરા બ્રિજનું ફરી ટેન્ડરિંગ કરી 20.37 કરોડના ખર્ચે કામ પુન: શરૂ કરાયું છે. જેને 29. 2. 2024માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.
5 ગામની પ્રજાને રાહત થશે
આઠ વર્ષથી રેલવે બ્રિજ બંધ રહેતા વ્યારા નગર સાથે જોડાયેલી કોલેજ હોસ્પિટલ અને બ્લડ બેન્ક સહિત નજીકના પાંચ જેટલા ગામોએ રોજના પાંચ કિમીથી વધારે ચકરાવો મારવો પડ્યો હતો. હવે બ્રિજની કામગીરી શરૂ થતા એક વર્ષ બાદ ચકરાવોથી રાહત થશે.બ્રિજ નજીક વૈકલ્પિક અંડરબ્રિજમાં દર ચોમાસે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે બ્રિજ નજીક એક નાનકડો અંડર બ્રિજ બનેલો હોય ચોમાસા દરમિયાન નજીવા વરસાદમાં માર્ગ કાદવ કીચડથી ભરાઈ જતાં ચોમાસા દરમિયાન આવા જવાન એકદમ બંધ થઈ જાય છે.



.png)