- ચોમાસા પહેલા કામો પુરા ન થાય તો મુશ્કેલી વધાવાના એંધાણ
વાપીથી છોટાઉદેપુર બની રહેલો નેશનલ હાઇવે નંબર 56 પર વ્યારા થી ઉનાઈ જતા માર્ગ માં ડોલવણ તાલુકા ના પાટી અને વ્યારા તાલુકા ના બેડચિતના પુલોની કામગીરી હાલ ચાલી રહી છે.જેમાં ત્રણેય પુલોની કામગીરી હાલ મંથરગતિએ ચાલી રહી હોય છે.બીજી તરફ વાહનચાલકોને ડ્રાઇવઝોન આપી દેવાયું છે. પરંતુ ચોમાસુ આવે તે પહેલા આ કામગીરી સંપૂર્ણ થઈ જવી જરૂરી હતી. સબંધિત માર્ગ મકાન દ્વારા સમય સર નિરીક્ષણ ન કરતા કોન્ટ્રાક્ટરો મંદગતિ એ કામગીરી કરી રહ્યા છે.
કામ કામગીરી કરનાર એજન્સી ની મદ ગતિ ની બેદરકારીનો ના કારણે વાહન ચાલકો ની હાલાકી માં વધારો થઈ રહ્યો છે. હાલ ચોમાસાને હવે જૂજ દિવસો બાકી હોય ડ્રાઈવરજન રોડમાં પાણીના નિકાલ માટે પાઇપ પણ નાખવામાં આવ્યા નથી, અને ડબલ ટ્રેકની જગ્યાએ સિંગલ રસ્તો હોય ટ્રાફિક પણ થઈ જતું હોય છે.
આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થવી જરૂરી હતી, જો વરસાદ પડે તો માર્ગ સંપૂર્ણ પણ બંધ થઈ જાય તેની આશંકા રહી છે અને ડાયવર્ઝન વાળા રસ્તામાં પાઇપનોને કારણે પાણીનો ભરાવો થશે તો માર્ગને સ્વતંત્ર બંધ કરી દેવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થશે હજી સ્લેબ ભરવાની વાર છે ત્યારે આ સ્લેબ ભરાશે ક્યારે અને તેના ઉપરથી તાત્કાલિક તો વાહનો પસાર કરવા જોખમ ભરેલું રહેશે. સંબંધિત માર્ગ મકાન વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે છે.

.jpeg)

.png)