વ્યારામાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

0
વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં મોટા તેમજ ભારે વાહનોને અવાજવવાના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ જવાને લઈને વાહન ચાલકો મુશ્કેલી વધતી હોય છે જેને લઈને દિવસ દરમિયાન મોટા વાહનોના પ્રવેશ ન કરવા અંગે જાહેરનામું બહાર પાડતા વાહન ચાલકોને રાહત થઈ હતી. વ્યારા નગરના પીક અવર્સ દરમિયાન ટ્રાફિકથી ઘણી મુશ્કેલીઓ પડે છે.


જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે 8 કલાકથી સાંજે 20.00 કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. 16.7.23સુધી અમલમાં રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top