તાપી: ચીખલી ગામે વર્લ્ડ બેન્ક ટીમ દિલ્હીએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

0
  • વર્લ્ડ બેંકની ટીમે સુવિધાનું મૂલ્યાંકન કરી શાળાના વધુ વિકાસ માટે મદદની ધરપત આપી


વ્યારા તાલુકાના ચીખલી ગામે વર્લ્ડ બેન્ક ટીમ દિલ્હીએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેન્ક ટીમના સભ્યો સારાબેન,રેખાબેન,સિધ્ ધાર્થભાઈ સાથે તાપી જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી સહિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય અને પ્રાધ્યાપકો આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

સ્માર્ટ ક્લાસરૂમ,અદ્યતન લાયબ્રેરી,રંગઉપવન,કો મ્પ્યુટર રૂમ, કિચન ગાર્ડન,રમતનું મેદાન સહિત શાળાની ભૌતિક સુવિધાઓના માપદંડ ધરાવતી તાપી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા ચિખલીની પસંદગી કરવામાં આવી હતી. જેની મુલાકાત લઈ વર્લ્ડ બેન્કની ટીમ અત્યંત પ્રભાવિત થઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. વિશ્વ બેંક દિલ્હીના સભ્ય સારાબેને એસ.એમ.સી.ના સભ્યો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ બેંક ઈચ્છે છે કે આપને શું મદદમાં જોઈએ છે. ગ્રામજનો, સભ્યો તેમજ શાળા પરિવારના સંયુક્ત સંકલન દ્વારા ટીમ બિલ્ડીંગ દ્વારા શાળાનો વિકાસ થઈ શકે છે. ખૂટતી સુવિધાઓ મેળવવા માટે હંમેશા જાગૃત બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

ડાએટના પૂર્વ નિયામક ટી.એસ.જોષીએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે મોટી માત્રામાં જુની શાળાઓને અદ્યતન બનાવી રૂપાંતર કરવાનું કામ સરકારે કર્યું છે. 120 થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓને આવરી લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર શિક્ષકોથી જ શાળાનો વિકાસ થાય એવું નથી વાલીઓએ પણ સજાગ બનવાનું રહેશે. મહત્તમ શાળાઓ ગ્રીન ઝોનમાં આવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top