- ડમ્પર સાથે અકસ્માતમાં કંડકટર સહિત પાંચને ઇજા થઇ હતી
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલ કિકાકુઈ ગામ ની સીમમાં સર્જાયેલા અકસ્માત ના બનાવમાં મહારાષ્ટ્ર રાજ્ય એસ ટી નિગમ ની મનમાડ ડેપો ની બસ ના ચાલક સામે પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકા ના આમલીપાડા ગામે રહેતાં પ્રિતેશ યોહાનભાઈ ગામીત શનિવારે બપોરે તેની ડમ્પર ટ્રક નંબર જીજે 16 એયું 6061 માં ઉકાઈ નજી ના થર્મલ પાવર સ્ટેશન થી ફ્લાય એશ ભરી પલસાણા તરફ જવો નીકળ્યો હતો. આ ડમ્પર ટ્રક વ્યારા તરફ જતાં ટ્રેક પર માંડળ ટોલ નાકા નજીક એક હોટેલ પાસે થી પસાર થઈ રહી હતી ત્યારે પાછળ થી મહારાષ્ટ્ર રાજ્ય ના મનમાડ ડેપો ની એક એસ ટી બસ નંબર એમએચ 18 બિટી 3813 ના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઓવર ટેક કરતી વખતે બસ ને ટ્રક ના ડ્રાઈવર સાઈડ ના ભાગે અથડાવી મારી હતી.
આ બનાવમાં બસ ની ડાબી સાઈડ નો એક ભાગ તૂટી ગયો હતો અને અકસ્માતમાં બસ ના કંડકટર અને એક મહિલા ને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યારે અન્ય ત્રણ મુસાફરો ને પણ નાની મોટી ઇજા થઇ હતી.આ અંગે ટ્રક ડ્રાઈવરે એસ ટી બસ ના ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી આગળ ની તપાસ શરૂ કરી હતી.



.png)