છેલ્લા 1 વર્ષ થી મિલમાં બામ્બુની છાલ કાઢવાનું કામ કરતા હતા
ઉકાઈ રોડ પર ગુણસદા ગામે આવેલી જે કે પેપર મિલ માં કોન્ટ્રાક્ટ હેઠળ માં કામ કરતાં એક કામદારનું મશીન ના બેલ્ટ માં ફસાઈ જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ નોંધાયો હતો. ઉકાઈ રોડ પર ગુણસદા ગામમાં આવેલ જે કે પેપર મિલ માં જયેન્દ્ર ભાઈ શિંદે નો વાંસ ની છાલ કાઢવા નો કોન્ટ્રાક્ટ નું કામ ચાલે છે. એમને ત્યાં સોનગઢના સરજાંબલી ગામ ખાતે રહેતાં વિનોદ ભાઈ જેઠયા ભાઈ વસાવા (46) છેલ્લા એકાદ વર્ષ થી બામ્બુ યાર્ડ માં વાંસ ની છાલ કાઢવા ની મજૂરી કામ કરતાં હતાં.
વિનોદ ભાઈ શનિવારે બપોરે પોતાના અન્ય સાથી કામદારો સાથે મજૂરી કામ માટે જે કે પેપર મિલ માં ગયાં હતાં.તેઓ રાત્રે 8.30 કલાક ની આસપાસ વાંસ છોલવા ની મજૂરી કામ કરતાં હતાં ત્યારે બામ્બુ યાર્ડ વિસ્તાર માં ચાલતાં મશીન ના બેલ્ટ માં અચાનક ફસાઈ ગયા હતાં અને તેઓ શરીરે ગંભીર ઇજા પામ્યાં હતાં.આ બનાવ બનતાં અન્ય કામદારો દોડી આવ્યા હતાં અને તેમણે બેલ્ટ ની સ્વીચ બંધ કરી હતી પરંતુ તે પહેલાં વિનોદભાઈ નું શરીર બેલ્ટ માં ફસાઈ જવા ના કારણે કચડાઈ ગયું હતું.
આ બનાવમાં ગંભીર ઇજા પામેલાં વિનોદભાઈ વસાવા ને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પર ના હાજર ડૉકટરે તપાસી તેમને મૃત્યુ પામેલાં જાહેર કર્યા હતાં.આ અંગે તેમના પુત્ર એ ઉકાઈ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોત અંગે ની ચોપડે નોંધ કરી હતી.



.png)