શાકભાજી ના પોટલાં પર બેસેલા અન્ય ત્રણ ખેડૂત ને ગંભીર ઇજા
સોનગઢ ના હિંદલા ઉમરદા રોડ પર થી પસાર થતી એક શાકભાજી ભરેલી વાન ના ચાલકે તેની વાન પૂરઝડપે હંકારી સ્ટિયરિંગ પર થી કાબૂ ગુમાવતાં બોલેરો વાન રોડ ની સાઈડ પર પલટી મારી ગઈ હતી. આ બનાવમાં વાન નીચે દબાઈ જવાથી એક ખેડૂત નું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત ના બનાવ અંગે મળેલી વિગત મુજબ મહારાષ્ટ્ર ના સાકરી તાલુકા ના શિવ ગામ ના અને નજીકના ખરગાવ ના સાત ખેડૂતો સાકરી ના શિવ ગામ ના રાજેશ સાબળેની વાન નંબર (MH-18-BG-9046) છે તેમાં લસણ અને અન્ય શાકભાજી ભરી સુરત માર્કેટ માં વેચાણ કરવા અર્થે આવવા નીકળ્યાં હતાં. વાન માં આગળ બે વ્યક્તિ બેઠા હતાં જ્યારે શાકભાજીના પોટલાં પર સાત ખેડૂતો બેઠા હતાં. વાન મોડી રાત્રીના સોનગઢ ના હિંદલા ગામ થી ઉમરદા તરફ જતાં રસ્તા પર ની ડેરી પાસે થી પસાર થતી હતી ત્યારે વાન ચાલક રાજુ ભાઈ સાંબળે એ પૂરઝડપે હંકારી રસ્તા પર ના એક વળાંક માં વાન ના સ્ટિયરિંગ પર થી કાબૂ ગુમાવી દીધો હતો
જેથી શાકભાજી ભરેલી બોલેરો રોડ ની સાઈડ પર પલટી ગઈ હતી. અકસ્માતની નજીક ના ગામ ના લોકો ને જાણ થતાં દોડી આવી ટેમ્પો નીચે દબાયેલા સાત ખેડૂતો ને બહાર કાઢ્યા હતાં. અકસ્માત ના બનાવમાં પોપટ ભાઈ ચોરે રહે.શિવ તા.સાકરી વાન નીચે દબાઈ ગયાં હતાં અને તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ખેડૂતો શીલપા ભાઈ, સંજય ભાઈ અને યોગેશભાઈ તમામ રહે. શિવ ગામ ને ગંભીર ઇજા થતાં તેમને સોનગઢ ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વાન ચાલક રાજેશ સાંબળે સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



.png)