વ્યારામાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ‎ વિરોધ પ્રદર્શન કરી ધરણાં કર્યા‎

0


સુરતમાં રાહુલ ગાંધીને થયેલી સજા મુદ્દે જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ‎


સુરત કોર્ટે રાહુલ ગાંધીને બધા ચોર ‎ ‎ મોદી કેમ સંદર્ભની ટિપ્પણી કરવા ‎ ‎ બદલ દોષિત માનીને 2 વર્ષની સજા ‎ ‎ કરી છે. જેને લઈને કોંગ્રેસ રાહુલ ‎ ‎ ગાંધીને થયેલી સજાથી ભાજપ પર ‎ ‎ ભડક્યું હતું. તાપી જિલ્લા સેવા‎ સદન સામે કોંગ્રેસી નેતાઓએ‎ ધરણા કરી ભાજપ સરકારનુ વિરોધ ‎ ‎ પ્રદર્શન કર્યું હતું. માજી મંત્રી કેંદ્રિય ‎ ‎ અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ.‎ તુષાર ચૌધરીએ વ્યારા કલેકટર‎ કચેરીએ ધરણાં કરતા જણાવ્યુ હતુ.‎ વ્યારા કલેકટર કચેરી ખાતે પૂર્વ‎ કેન્દ્ર મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી‎ સહિત જિલ્લાના કોંગ્રેસી‎ આગેવાનો અને કાર્યકર્તાઓ‎ ઉપસ્થિત રહ્યા હતા.

ડો.તુષારભાઈએ જણાવ્યું કે રાહુલ ‎ ગાંધીને દોષિત ઠેરવવા એ માત્ર‎ કાયદાકિય બાબત નથી, તે‎ લોકશાહી સાથે જોડાયેલ ગંભીર‎ રાજકિય મુદ્દો છે. અમો કોર્ટનાં‎ ચુકાદાનો વિરોધ કરતા નથી પણ‎ રાજકીય દબાણ હેઠળ વિરોધ પક્ષનો‎ અવાજ દબાવવામાં આવે છે તેનો‎ વિરોધ છે. સરકાર વિરૂધ્ધ કોઇ બોલે‎ તો ઇડી, ઇન્કમટેક્ષ, સીબીઆઈ‎ મોકલી તેનો અવાજ દબાવવામાં‎ આવે છે. રાહુલ ગાંધીએ મોદી વિશે‎ કોઇ ટીપ્પણી કરી નથી. રાહુલ‎ ગાંધી ચુંટણી લડી ન શકે,‎ લોકસભાની ચુંટણીનો પ્રચાર ન કરી‎ શકે તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.‎ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા‎ લઈને નીકળ્યા તેને સફળતા મળી‎ તેનાંથી ભાજપ ગભરાઈ ગઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top