એક ચોરસ મીટરના હાલ 900 રૂપિયાના ભાવ પ્રમાણે ચાર ગણા એટલે 3600 રૂપિયાની માંગણી
તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે 56 ના સંપાદન સામે વ્યારા અને ડોલવણ તાલુકાના અંદાજિત સામૂહિક 500 અને વ્યક્તિ ગત 150 જેટલા ખેડૂતોએ વાંધા અરજી આપી હતી. આ પ્રકરણમાં આજરોજ જમીન સંપાદન અધિકારી તરીકે વ્યારા મામલતદાર અને ઈન્ચાર્જ એસ.ડી.એમ તરીકે એચ. જે. સોલંકીની અધ્યક્ષતામાં વાંધા સુનવણી યોજાય હતી. જેમાં જમીન સંપાદનની રજૂઆતો માટે આજે વ્યારા તાલુકાના 11 ગામો અને ડોલવન તાલુકાના 03 ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ડોલવણ તાલુકાના પાઠકવાડીથી થઇ વ્યારા તાલુકાના કાંજણ થઇ માંડવી રોડ સુધી આવતા 21 ગામોના 1100 ખેડૂતો અસરગ્રસ્ત બનશે. તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56 માટે ડોલવણ અને વ્યારા તાલુકાના 21 ગામોના અંદાજિત 1100 ખેડૂતોને અસર કરનારી જમીન સંપાદન થનાર છે. અગાઉ વ્યારા પ્રાંત અધિકારી દ્વારા તા. 01/11/2022 ના રોજ દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરનામું બહાર પડતા હાલ સુધી સાથે જ તાપી જિલ્લા અસરગ્રસ્ત 1100 ખેડૂતો પૈકી 500 સામૂહિક અરજી અને 150 વ્યક્તિગત ખેડૂતોએ વાંધા અરજ આપી દીધી હતી.
આજરોજ વ્યારા ખાતે સુનાવણી રાખવામાં આવી હતી જેમાં જમીન સંપાદન અધિકારી તરીકે એચ. એ સોલંકીના અધ્યક્ષપણામાં બેઠક યોજાઈ હતી. જેમાં જમીન સંપાદન મામલતદાર જયેશભાઈ પરમાર, નાયબ મામલતદાર મુકેશભાઈ તેમજ એન એચ 56 નાં અધિકારી હર્ષભાઈ અને જીતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેડૂતોની વિવિધ માંગણીઓને સાંભળી હતી.
વ્યારા ખાતે પ્રથમ તબક્કાની યોજાયેલી વાંધા સુનવણી અરજીમાં સવારે વ્યારા તાલુકાના 11 ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બપોર તાલુકાના ત્રણ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રજૂઆતો કરી હતી.
1100 પૈકી 500 ખેડૂતોની સામૂહિક અને 150 ખેડૂતોની વ્યક્તિગત અરજી
ખેડૂતોની માંગણીઓ
મુખ્ય માંગણીઓ માં દરેક ગ્રામસભાના ઠરાવો ખેતીને જમીનમાં એક ચોરસ મીટરના હાલ 900 રૂપિયાના ચાર ગણા એટલે એક ચોરસ મિટરનાં 3600 રૂપિયા અને બિનખેતીના એક ચોરસ મીટરના હાલના 5000 હોય તેના એક ચોરસ મીટર ના ચાર ગણા 20,000ની માગ ખેડૂતોએ કરી હતી.
ખેડૂતો દ્વારા વાંધા અરજી સુનાવણી માં વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી જેમાં નવસારી અને વલસાડના બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ સુપર એક્સપ્રેસ સમકક્ષ ઊંચા વર્તનની માંગ કરી હતી તેમજ રસ્તાની આજુબાજુ એક્ઝિટ તેમજ પાણીના નિકાલ અને પૂરતા સર્વિસ રોડની માંગણી કરી હતી તેમજ સ્થાનિક જિલ્લાના રહીશો અને લાગુ જિલ્લા ના લોકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી જવી જોઈએ અથવા ટોલ ફ્રી સર્વિસ રોડ બનાવવાની માંગણી કરી હતી. રસ્તાની આજુબાજુમાં પૂરતા પ્રમાણમાં વૃક્ષોના પ્લાન્ટેશનની માંગણી કરી હતી અને સ્થાનિકોને રોજગારી મળી રહે એની પણ માગ કરી હતી.
અન્ય જિલ્લામાં ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું છે
અન્ય જિલ્લાઓમાં પણ જમીન સંપાદન દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું છે. તો તાપી જિલ્લાના અધિકારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર આપે એ ખૂબ જ જરૂરી છે. દર્શિતભાઇ ભક્તા કપૂરા
યોગ્ય વળતર મળે એ જરૂરી છે
ખેડૂતોની મહામૂલી જમીનમાં સંપાદન દરમિયાન યોગ્ય વળતર મળે એ જરૂરી છે. તેમજ જમીનમાં આવેલા મકાન ફળાઉ ઝાડો, કૂવા, બોર્ડના પણ મૂલ્યાંકન કરી યોગ્ય વળતર આપે એ ખૂબ જ જરૂરી છે. ખુશુરૂ બાવાજી, કપૂરા
ડોલવણ વ્યારાના 21 ગામના 1100 ખેડૂતો અસરગ્રસ્ત થશે
ડોલવણ તાલુકાના પાઠકવાડીથી થઇ વ્યારા તાલુકાના કાંજણ થઇ માંડવી રોડ સુધી આવતા 21 ગામોના 1100 ખેડૂતો અસરગ્રસ્ત બનશે.તાપી જિલ્લા માંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56 માટે ડોલવણ અને વ્યારા તાલુકાના 21 ગામોના અંદાજિત 1100 ખેડૂતોને અસર કરનારી જમીન સંપાદન થનાર છે.



.png)