નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં આઈસ ફેકટરીમાં એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બીલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી હરિસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી.

ગેસ લીકેજની ઘટનાના કારણે 40થી વધુ લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી. એક વ્યકિતનો શ્વાસ રૂંધાવા લાગતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેજવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી.

.png)