સેલવાસ નરોલી રોડ દમણગંગા નદીના પુલ પરથી એક આધેડ વ્યક્તિએ અચાનક કૂદકો મારી ઝંપલાવી દીધુ હતું એ સમયે ત્યા ફરજ પર ઉપસ્થીત હોમગાર્ડની સતર્કતાથી આધેડનો જીવ બચ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર બપોરે એક વાગ્યાના સુમારે દમણગંગા નદી પરથી એક વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ અને પુલ નીચે છલાંગ લગાવી દીધી એ દરમ્યાન ત્યા ફરજ પર તૈનાત હોમગાર્ડ નગીન વજવાડિયાએ પુલની નજીક દીવાલ પર ચડેલ બબ્બન બાબુ મોહિતે ઉ.વ.67 જેને જોયો હતો. એની પાસે પહોંચે એ પહેલા જ આધેડે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.

હોમગાર્ડ નગીન અને રિવરફ્રન્ટ પર કામ કરતા પ્રગ્નેશ પટેલ નદીમા કુદી પડયા હતા અને નદીમાંથી બબ્બનને જીવતો બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પીટલમા લઇ જવામા આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. પોલીસ જવાન નગીન વજવાડિયા અને રિવરફ્રન્ટ પર કામ કરતા પ્રજ્ઞેશ પટેલની સમય સૂચકતા અને પોતાના જીવને પણ દાવ પર મૂકી ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવામા મોટુ યોગદાન રહ્યુ હતુ.
દાનહ પોલીસમાં કાર્યરત નગીન છેલ્લા પંદર વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમા કામ કરે છે અને એણે અગાઉ પણ એક વ્યક્તિનો જીવ બચાવવામા સફળ રહ્યો હતો સાથે એની સતર્કતાને કારણે આ નદીના પુલ પરથી કુદવાનો પ્રયાસ કરનારને ઘણીવાર અટકાવ્યા પણ છે. હાલ બબ્બન બાબુ મોહિતે હાલમાં સુરક્ષિત છે.

.png)