વલસાડ : યુવાન સાથેની સગાઇ તોડી દેતાં યુવકે તેની અને મોટાબાપની દીકરીની પણ મોપેડ સળગાવી દીધી

News 16
0
વલસાડના કાંઠાના ગામની એક યવતીએ નાની દાંતીના યુવાન સાથેની સગાઇ તોડી દેતાં યુવકે તેની અને મોટાબાપની દીકરીની પણ મોપેડ સળગાવી દીધી હતી. યુવતી અને તેના મોટાબાપાની દીકરીની મોપેડ નાનીભાગલ ગામની સીમમાં સળગેલી હાલતમાં મળી આવતાં યુવતીના ભાઇએ અગાઉ ધમકી આપી ગયેલા આ યુવક સામે શક જાહેર કરી ડુંગરી પોલીસમાં યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ડુંગરી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ નજીકના કાંઠાના ગામની એક યુવતીની સગાઇ 6 વર્ષ પહેલા મોટીદાંતીના યુવક શૈલેષ ટંડેલ સાથે થઇ હતી.પરતું આ યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય અને તેણી પર ખોટો શક કરતો હોવાથી લગ્ન નહિ કરવાનું જણાવી યુવતીએ સગાઇ તોડી નાંખી હતી.



આજથી 3 માસ પહેલા તે યુવક અને તેના ઘરવાળાઓ યુવતીના ઘરે આવીને સગાઇ કેમ તોડી નાંખી તેમ કહેતા યુવતીએ ઉપરોકત કારણ દર્શાવતા યુવક ઉશ્કેરાયો હતો.આ યુવકે યુવતી અને તેણીના ઘરવાળાઓને કહ્યું હતું કે તમે મોપેડ લઇને જોવા મળશે તો મોપેડ સાથે તેને સળગાવી દઇશ તેવી ધમકી આપી હતી.દરમિયાન નાનીભાગલની સીમમાં બે મોપેડ સળગેેલી હાલતમા મળી આવી હતી.જેમાં યુવતી અને તેના મોટાબાપાની દીકરી શીતલની મોપેડ સળગેલી અવસ્થામાં માલી હતી.

જેના પગલે આ યુવકે અગાઉ મોપેડ સળગાવી દેવાની આપેલી ધમકીના આધારે યુવતીના ભાઇ ધર્મેશ ખંડુ ભાઈ ટંડેલે યુવક ઉપર શક જાહેર કરી શૈલેષ ક્રિષ્નુ ટંડેલ વિરૂધ્ધ ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસ આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીની ધરપકડ થયા બાદ સમગ્ર મામલો બહાર આવશે. બીજી તરફ મોપેડ સળગતા દોડધામ મચી જવા પામી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top