પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સૌકોઈને આહ્વાન કર્યું કે, 2023 આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે

News 16
0
રાજધાની દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠક 16-17 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદે માહિતી આપી હતી. બેઠકમાં જેપી નડ્ડાએ વર્ષ 2023ને લઈને મહત્વની વાત કહી હતી.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સૌકોઈને આહ્વાન કર્યું કે, 2023 આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે સૌકોઈને તૈયારીઓમાં લાગી જવાનું આહ્વાન કરતા કહ્યું હતું કે, આપણે એક પણ ચૂંટણી હારવાની નથી. તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે, એક પણ રાજ્યની ચૂંટણી ન હારવી અને તમામ 9 રાજ્યોમાં જીત નોંધાવવી.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે, અમારે સરકાર બદલવાની પરંપરા બદલવી હતી પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ અગાઉ પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથ જીતવા પડશે. દેશભરમાં 100 લોકસભા મતવિસ્તારોમાં 72 હજાર બૂથની ઓળખ કરવામાં આવી હતી જ્યાં ભાજપ નબળો હતો અને જ્યાં અમારે પહોંચવાનું હતું. પરંતુ આપણે 1 લાખ 30 હજાર બૂથ પર પહોંચ્યા અને પાર્ટીની નીતિઓનો ફેલાવો કર્યો.

તેમણે કહ્યું કે, દયાનંદ સરસ્વતીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 ફેબ્રુઆરીએ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરસ્વતીજીના આદર્શોને અનુસરીને વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના છેવાડાના વ્યક્તિને સશક્ત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. સ્પીકરે પીએમ મોદીના નેતૃત્વમાં રસીકરણ કાર્યક્રમનું ઉદાહરણ આપીને ન્યુ ઈન્ડિયાની કાર્ય સંસ્કૃતિને પણ ઉજાગર કરી હતી જેમાં 220 કરોડથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top