સોનગઢથી નવાપુર તરફ જતા રોડ ઉપર બેડકીનાકા પર તા.૧૬/૦૯/૨૦૨૦ના રોજ કટાસવાણમાંથી પસાર થતા ને.હા. નં.૫૩ ઉપર મોહમદ રામતલ્લા ખાન, મીર હસન ઉરસ ખાન, એલમ હૈદર આલીસર પૈકી તહોમતદાર મોહમદ રામતલ્લા ખાન તથા મીર હસન ઉરસ ખાને બોલેરો પીકઅપ ગાડી નં.જી. જે. ૨૬-ટી -૭૧૯૨મ ાં ગાયો નંગ-ર તથા એક નાનું વાછરડું ખીચોખીચ અને ટૂંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતા ઝડપાયા હતા.
વ્યારા સેશન્સ કોર્ટમાં આ કેસ 2 વર્ષ પછી ચાલી જતા આ પ્રકરણમાં ત્રણ આરોપી પૈકીનાં એકને સજા ફટકારતો હુકમ થયો છે. ગાયોની ગેરકાયદે હેરાફેરી કરનાર આરોપી મોહંમદ રામતલ્લા ખાન (રહે. ડોંડાઈચા ગામ માર્કેટ, તા.શિંદખેડા, જી.ઘુલીયા (મહારાષ્ટ્ર), મુળ રહે. રાજસ્થાન)ને તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ તાપી જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ એસ.વી.વ્યાસે કર્યો છે.
ગાયો ભરાવનાર એલમ હૈદર આલીસર (હાલ રહે.કડોદ, મઢી રોડ, તા.બારડોલી, જી.સુરત, મુળ રહે. દેરાસર ગામ, તા.રામસર, જી.બાડમેર, રાજસ્થાન) તેમજ ગાયો લેનાર મીર હસન ઉરસ (હાલ રહે. ડોંડાઈચા, તા.શિંદખેડા, જી.ઘુલીયા, મહારાષ્ટ્ર, મુળ રહે.રાજસ્થાન)ને શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે.
જ્યારે આરોપી મોહમદ રામતલ્લા ખાનને ગુનાના કામે તકસીરવાન ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાત પશુસંરક્ષણ અધિનિયમ મુજબ તેઓને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે, જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા કરવા હુકમ કર્યો છે.


.png)