Tapi :વ્યારા બેઠક પર 75 વર્ષ બાદ કમળ ખીલ્યું

News 16
0
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાની બે બેઠકો વ્યારા અને નિઝરની મત ગણતરી પૂર્ણ થતાં પરિણામ સામે આવ્યું છે. જ્યાં ભાજપે બંને બેઠકો પર પોતાનો ડંકો વગાડી કોંગ્રેસ અને આપને પાછળ પછાડી છે. 



જેમાં વ્યારા બેઠક પર ભાજપને 69 હજાર 24 મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 45 હજાર 224 અને આપને 46 હજાર 264 મત મળ્યા હતા. જેમાં ભાજપના કોકણી મોહનભાઇ 22 હજાર 760 મતોથી વિજય થયા. ત્યારે નિઝર બેઠક પર ભાજપના ઉમેદવારને 93 હજાર 341 મત, કોંગ્રેસના ઉમેદવારને 69 હજાર 966 મત, જ્યારે આપના ઉમેદવારને 32 હજાર 042 મત મળ્યાં હતા. જેમાં ભાજપના જયરામ ગામીતનો 23 હજાર 375 મતોથી વિજય થયો હતો, અહીં ઉલ્લેખનિય છે કે, વ્યારા બેઠક પર ઈતિહાસ રચાયો છે. જ્યાં ભાજપે 75 વર્ષ બાદ વ્યારા બેઠક પોતાના નામ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top