182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી 156 બેઠકો મેળવી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદના કાર્યકાળમાં પણ આટલી મોટી જીત મેળવી નહોતી. 182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે.
હવે નવી સરકારની શપથવિધીની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી અને ગૃહ અમિત શાહ પણ હાજર રહેશે. શપથ ગ્રહણ પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનના નામની પસંદગી કરાશે. ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા જ્યાં મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.
આ ચૂંટણીમાં આપના પાંચ એવા અજાણ્યા ચહેરાઓ છે કે જે વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા, ગારિયાધારથી સુધિર મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા, વિસાવદરથી ભૂપત ભાયાણી અને ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો વિજય થયો છે. તો આમ આદમી પાર્ટીના મોટા ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે
ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ચૂંટણી હારી ગયા હતા. તેમને 59 હજારથી વધુ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મૂળુભાઈને 77 હજારથી વધુ મત મળ્યા હતા. તેઓ વર્ષ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ વર્ષે 4 નવેમ્બરે તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો તરીકે જાહેર કરાયા હતા.
અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી. તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.

.png)