કાગળ પર લખીને કરવામાં આવેલી કેજરીવાલની આગાહી વાહિયાત સાબિત થઈ છે. ગુજરાતની ખંભાળિયા બેઠક પર AAPના ઇશુદાન ગઢવી ભાજપથી પાછળ છે. બીજી તરફ કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયા અને વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયા ભાજપથી પાછળ છે.
કેજરીવાલે કહ્યું હતું કે, “લોકો કહે છે કે મારી રાજકીય આગાહી સાચી સાબિત થાય છે. મારી ઘણી આગાહીઓ પંજાબમાં પણ સાચી સાબિત થઈ છે. મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે. ચન્ની સાહેબ બંને સીટ પરથી હારી જશે. બાદલ સાહેબનો આખો પરિવાર હારશે. આજે હું ફરીથી ગુજરાત માટે એક ભવિષ્યવાણી લખવા જઈ રહ્યો છું.”



.png)