PM મોદીની હત્યા માટે તત્પર રહો, વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસી નેતાએ કહ્યું- ફ્લોમાં બોલાઈ ગયું

0
કોંગ્રેસિના પૂર્વ મંત્રી રાજા પટૈરિયાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમાં તેઓ વડાપ્રધાન મોદીની હત્યા કરવાની વાત કરી રહ્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. જોકે વીડિયો વાયરલ થતાં જ તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. તેમણે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે, તેમનો કહેવાનો અર્થ હતો કે, આવતી ચૂંટણી હવે મોદીને હરાવો. આટલું તેમણે એવું પણ કહ્યું છે કે, વાતચીતના ફ્લોમાં તેમનાથી આવું બોલાઈ ગયું છે. બીજેપી નેતાઓએ આ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.



રાજા પટેરિયાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ અમુક કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યારપછી તેઓ કહે છે કે, હત્યા એટલે કે હાર.

ચૂંટણીમાં હરાવવાનો અર્થ હતો- રાજા
રાજા પટેરિયાનો વીડિયો વાયરલ થયા પછી મીડિયા રિપોર્ટમાં તેમણે કહ્યું છે કે, તેમનો કહેવાનો અર્થ છે કે આગામી ચૂંટણીમાં બીજેપીને હરાવો. તેમણે કહ્યું કે, આવું ફ્લોમાં બોલાઈ ગયું. પરંતુ જેમણે આ વીડિયો રેકોર્ડ કર્યો છે તેમણે માત્ર આટલો હિસ્સો જ ઉઠાવ્યો છે. રાજાએ કહ્યું છે કે, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો કહેવાનો અર્થ એ નહતો. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી- નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન વિશે ગૃહ મંત્રી નરોત્તમ મિક્ષાએ કહ્યું કે, પટેરિયાનું નિવેદન મેં સાંભળ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી રહી. તેમણે કહ્યું કે, ઈટલીની કોંગ્રેસ છે અને ઈટલીની માનસિકતા મુસોલિનીની છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મેં એસપીને આ મુદ્દે તાત્કાલિક FIR કરવાનો આદેશ આપ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top