તાજેતરમાં રાણપુર સ્ટેશનની સામે આવેલી રુકમણી કન્યા છાત્રાલયના મુસ્લિમ શિક્ષક જાવેદ અશરફે 12 વર્ષની વિદ્યાર્થીનીને શારીરિક અડપલાં કરવાની ઘટના સામે આવી હતી. બાળકીના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા હવસખોર જાવેદ અશરફ વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. બીજી તરફ, ઘટના સામે આવતાંની સાથે જ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપીને સજા અપાવવા આજે સમગ્ર હિંદુ સમાજ એકઠો થયો હતો અને મહારેલીમાં હજારો હિંદુઓ સ્વયંભૂ જોડાયા હતા.
જેને લઈને ગુરુવારે (22 ડિસેમ્બર 2022) રાણપુરના શિક્ષક જાવેદને સજા અપાવવા હિંદુઓ અને સંગઠનોએ મહારેલી સાથે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનના પગલે રાણપુર આજે સજ્જડ બંધ રહ્યું હતું.
ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પરથી માહિતી મેળવવાના પ્રયાસ કરતાં જાણવા મળ્યું હતું કે, રાણપુરના હિંદુ સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોની આગેવાનીમાં નગરની તમામ જ્ઞાતિના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અહિંસક રીતે રેલી યોજીને આરોપી શિક્ષક જાવેદ અશરફને આકરામાં આકરી સજા અપાવવાની માંગ કરી હતી.


.png)