બેલેટ પેપરમાં ભાજપે સદી મારી, કોંગ્રેસની અડધી સદી; છોટુ વસાવા અને કાંધલ જાડેજા પોતાની બેઠકો પર આગળ

News 16
0
હજુ તો આ શરૂઆતનો જ સમય કહેવાય છતાંય ગુજરાત ચૂંટણી અંતર્ગત બેલેટ પેપર્સમાં ભાજપ પોતાના વિરોધીઓને ખુબ પાછળ છોડતી દેખાઈ રહી છે.




હમણાં સુધીના આંકડાઓમાં ભાજપ 128 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસ 49 બેઠકો પર આગળ અને આમ આદમી પાર્ટી 1 બેઠક અને અપક્ષ 2 બેઠકો પર આગળ દેખાઈ રહ્યા છે.

સુરતની મોટા ભાગની બેઠકો પર ભાજપ આગળ છે. સૌરાષ્ટ્રમાં પણ ભાજપ આગળ છે. કચ્છમાં ભાજપનો જાદુ ચાલતો જોઈ શકાય છે.

અમદાવાદની મુસ્લિમ બહુલ બેઠકો પર કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે.

BTP પાર્ટીના છોટુભાઈ વસાવા ઝગડીયા આગળ ચાલી રહ્યા છે. અહીં તેઓ દાયકાઓથી ધારાસભ્ય બનતા આવી રહ્યા છે.

NCP છોડીને સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કુતિયાણા બેઠક પરથી લડી રહેલા કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top