વાલોડ તાલુકાના ગોલણ ગામે 12 દિવસ પહેલા અસ્માતમાં મોતને ભેટેલા ભાણેજ અને તેની પત્નીના બારમાની વિધિમાં આવેલા મામા-મામીની મોપેડને કારે અડફેટમાં લેતા બંનેના મોત થતા ગમગીની વ્યાપી જવા પામી છે. એમા પણ વધારે દુખની વાત એ હતી કે, ગોલણ ગામની સીમમાં જ્યા 12 દિવસ પહેલા ભાણેજ અને ભાણેજ વહુને અકસ્માત નડ્યો હતો. લગભગ એજ સ્થળે ફરી અકસ્માત સર્જાતા મામા-મામીએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો.
વાલોડ તાલુકામાંથી પસાર થતાં વાપી શામળાજી માર્ગ ઉપર અકસ્માતોની વણજાર શરૂ થઈ છે, તા.12મીના રોજ ગોલણ ગામની સીમમાં શેરડીના વાહનમાં ગોલણ ગામના ધર્મેશભાઈ અમરસિંહ ચૌધરી તથા તેમની પત્ની ભૂમિકાબેન ચૌધરીનો અકસ્માતમાં મરણ થયેલ હતું. જેમની બારમાની વિધિમાં આવતા મૂળ ઉંમરકચ્છ, નિશાળ ફળિયા, તાલુકો ડોલવણ ખાતે રહેતા ધીરુભાઈ વિસાભાઈ ચૌધરી તથા તેમના પત્ની સુમિત્રાબેન ધીરુભાઈ જેઓ પોતાના એકટીવા મોટર સાઈકલ પર આવી રહ્યા હતા, જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ.26 AC 1702) ઉપર ગોલણ મુકામે સવારના નવેક કલાકના અરસામાં ઉંમરકચ્છથી ગોલણ આવવા નીકળ્યા હતા.
ત્યારે ગોલણ ખાખર ફળિયા નજીકના બસ સ્ટેન્ડ પર તેઓ પહોંચ્યા હતા, ત્યારે સ્વીફ્ટ ડીઝાયર ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ 05 RH 8957) ના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દંપત્તિને એકટીવા સાથે જોરદાર અથડાવતા પ્રથમ હવામાં ફંગોળી દીધા હતા અને ત્યારબાદ રોડ ઉપર પડતા પટકાતા ધીરુભાઈ ચૌધરીને તથા સોમાબેન ધીરુભાઈને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સોમાબેનનું વાલોડ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ધીરુભાઈને ગંભીર ઇજાઓ થઈ હોય.
વાલોડથી સૌપ્રથમ વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવારની જરૂર હોય વ્યારાથી સુરત લઈ જવાતા હતા. ત્યારે બારડોલી નજીક પહોંચતા ધીરુભાઈનું પણ એમ્બ્યુલન્સમાં મરણ નિપજ્યું હતું. બંને પતિ-પત્તિના મરણ થયા હતા. એક તરફ ભાણેજ અને ભાણેજ વહુના બારમાની વિધિ કરવા માટે આવી રહેલ મામા અને મામીએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તેઓનો અકાળે મોત થશે. આ બંનેનું અવસાન થતાં એક તરફ ભાણેજ અને ભાણેજ વહુનું મરણ થયું હતું, જ્યારે આજે બારમાની વિધિ હોય મામા અને મામીનું મરણ થતાં ગોલણ તથા ઉંમરકચ્છ બંને ગામમાં માહોલ છવાયો છે.
રસ્તા સારા પણ વાહનચાલકો બેફામ હોવાથી અકસ્માતોની વણઝાર
રસ્તા તો સારા બન્યા પરંતુ રસ્તા પર ચાલતા વાહન ચાલકો ઘાતક રીતે પોતાના વાહનો ગફલત ભરી હંકારી મોટર સાયકલ ચાલકોને અકસ્માતનો ભોગ બનાવતા મોત થઈ રહ્યા છે. ત્યારે આ બંને અકસ્માત થોડા મીટરના અંતરે થયા હોય આ અંગે હાઇવે ઓથોરિટી પણ કડક પગલાં લે તેવી માગ ઉપડી છે. આ અંગેની ફરિયાદ મરણ જનારના પુત્ર પંકજભાઈ ધીરુભાઈ ચૌધરીએ વાલોડ પોલીસને આપી છે આ અંગ વધુ તપાસ પી.એસ.આઇ એન.જે.પંચાલ કરી રહ્યા છે.
.png)


.png)