તાપી : તાલુકાના ગડત પાસે શેરડી ભરેલી ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ડ્રાઈવર નું મોત નિપજ્યું

0
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગામોમાં નેશનલ હાઈવે નંબર 56 પર એક શેરડી ભરેલી ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ડ્રાઈવર નું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા થઈ હતી. તારીખ 23.12.2022ના રોજ ગડત ગામના આમલી ફળિયામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર રવિન્દ્ર ભાઈ રમણભાઈ વઢાળી (26) (રહે.ગિરમાળ નિશાળ ફળિયામાં તા.સુબિર જીલ્લા ડાંગ) ( GJ .30. A 3404) શેરડી ભરેલી ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી લાવતાં ટેકટરને રોડની સાઈડમાં ઉતારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને પલ્ટી ખાઇ જતાં પોતાને શરીર તથા માથાના ભાગે ઓછી વધતી ઇજાગ્રસ્ત થયો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં એમનું મરણ થયું હતું જ્યારે અન્ય એક ને ઈજા થઈ હતી.



ગડત ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતાં શેરડી કાપતાં મજુરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને ઈજાગ્રસ્તને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજ્યું હતું. જેને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top