ખડકા ચીખલીથી વ્યારાને જોડતો રોડ બિસમાર હોય વાહન ચાલકોને મુશ્કેલી

News 16
0
સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામ થી જિલ્લા મથક વ્યારા નગર ને જોડતો રસ્તો હાલમાં બિસમાર હોય વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ બાબતે ગામના યુવક મંડળ ના સભ્યો એ રસ્તા ની દશા સુધારવા રજુઆત કરી હતી.

ખડકા ચીખલી ગામ ભૌગોલિક રીતે વ્યારા નજીક આવેલ હોય તેનો મોટે ભાગ નો વ્યવહાર વ્યારા શહેર સાથે ચાલે છે.ખડકા ચીખલી ગામ થી વ્યારા સુધી જવા માટે વ્યારા ના નાની ચીખલી ગામ થઈ જવું પડે છે.ખડકા ચીખલી ગામ થી સેંકડો ની સંખ્યામાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો દરરોજ અપ ડાઉન કરતાં હોય છે.

જો કે ગામ ને વ્યારા નગર સુધી ને જોડતો વાયા નાની ચીખલી ગામ નો રસ્તો હાલમાં સાવ બિસમાર બની ગયો છે અને રસ્તા પર મોટા મોટા ખાડા પણ પડી ગયા છે અને રસ્તો ઠેર ઠેર ખોદાઈ જતાં ચોતરફ ધૂળ ઉડે છે.તેમાં પણ. ખાસ કરી ને રાત્રી ના સમયે પસાર થતાં ટુ વ્હીલર જેવાં નાના વાહનના ચાલકો અંધારાં ના કારણે રસ્તાના ખાડા જોઈ શકતા નથી અને અકસ્માત નો ભોગ બની રહ્યા છે.

રસ્તો ગામ વિકાસ માટે અગત્યનો ગણાતો હોવા છતાં આ રસ્તો ઘણા સમય થી નવો બનાવાયો નથી જેથી ગામ નો વિકાસ પણ રૂંધાય રહ્યો છે એમ કહેવાય તો ખોટું નથી.આ બાબતે તાજેતરમાં ખડકા ચીખલી યુવક મંડળના યુવકો એ તંત્ર ને રજુઆત કરી નવીનીકરણ ની કામગીરી ઝડપથી શરૂ કરવા બાબત સાથે રજુઆત કરી હતી.

આ રજુઆત માં જણાવ્યા પ્રમાણે ગામની આસપાસ રા તાલુકાના ગામો માં રસ્તા નું નવીનીકરણ થઈ ગયું છે ત્યારે ખડકા ચીખલી થી વ્યારાના નાની ચીખલી સુધી નો રસ્તો તાકીદે બનાવવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી.આ સંદર્ભે ગામ ના અંકિત ભાઈ ગામીતના જણાવ્યાં મૂજબ અમારા ગામ થી વ્યારા સુધી નું અંતર કાપવા માટે સારો રસ્તો હોય તો માત્ર છ મિનિટ લાગે છે .જો કે હાલમાં ખરાબ રસ્તા ને કારણે આટલું જ અંતર કાપતા વીસ મિનિટ જેટલો સમય લાગે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top