દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું અને આ ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થઈ જશે. MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. આ બધાના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ આ વખતે એક્ઝિટ પોલમાં ખૂબ પાછળ છે. એક્ઝિટ પોલ પ્રમાણે હવે MCDમાં પણ AAPની સરકાર બનવા જઈ રહી છે.
ચૂંટણી પંચે મત ગણતરી માટે કુલ 42 મતગણતરી કેન્દ્રો ઉભા કર્યા છે. મતગણતરી માટે 68 ચૂંટણી નિરીક્ષકો ફરજ બજાવી રહ્યા છે. રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી રહી છે. MCDમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે.



.png)