MPમાં સરકારી રેશનિંગની ચોરીમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન, 400 કવિન્ટલ ચોખાનો જથ્થો પકડાયો

News 16
0
મધ્યપ્રદેશમાંથી ખુબ જ મોટા સરકારી રેશનિંગની ચોરીમાં ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. મધ્યપ્રદેશમાં ખુબ જ મોટા પાયે સરકારી ભાતનો જથ્થો પકડાયો છે. મધ્યપ્રદેશના ગુના જિલ્લા સ્થાનિક પ્રશાસન દ્વારા એક ટ્રકમાંથી લગભગ 400 કવિન્ટલ સરકારી ભાતનો જથ્થો પકડ્યો છે. આ ભાતથી ભરેલો ટ્રક ગુજરાત રાજ્યમાં જઈ રહ્યો હતો. મધ્યપ્રદેશમાંથી પકડાયેલા આ 400 કવિન્ટલ અનાજ પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ ગરીબોને આપવાના હતા.

મધપ્રદેશમાં મોટાપાયે સરકારી અનાજની ચોરી થઇ રહી છે
મધ્યપ્રદેશમાં સરકારી રેશનિંગની ચોરી મોટાપાયે થઇ રહી છે. ગુના જિલ્લામાં 400 કવિન્ટલ સરકારી ભાતથી ભરેલા ટ્રકને કલેકટરે ઝડપી પાડ્યો છે. આ ચોરીનો જથ્થો મધ્યપ્રદેશમથી ગુજરાત પહોંચાડવામાં આવી રહ્યો હતો. રેશનિંગ માફિયા સરકારી ભાતની ચોરી ગુજરાત સુધી કરતા હતા. મધપ્રદેશના પંચાયત મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રના ઉમરી વિસ્તારના સરકારી ભાતની ચોરી કરી હતી જેમાં સરકારી રેશનિંગ માફિયા ગોદામમાંથી ભાતનો ટ્રક ભરીને ગુજરાત મોકલવામાં આવી રહ્યો હતો. આ ટ્રકને રસ્તામાં જ પકડી લેવામાં આવ્યો હતો.

સીએમએ રેશનિંગની દુકાન પર દરોડા પાડ્યા હતા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સીહોર જિલ્લાના છીપાનેરમાં સરકારી રેશનિંગની દુકાન પર અચાનક જ નિરીક્ષણ કર્યું હતું અને આ નિરીક્ષણ દરમિયાન દુકાન નિયમિતતા તેમજ સ્ટોકના રજીસ્ટરની જાણકારી પણ લીધી હતી. સીએમ ચૌહાણે રેશનિંગની દુકાનમાં રખાયેલા રેશનિંગનો વજન કરીને નિર્ધારિત માત્રાની ગુણવતાની તપાસ કરી હતી.

પકડાયેલા ટ્રક પર લખ્યું હતું 'ઇન્ડિયા ઇઝ ગ્રેટ'
મધ્યપ્રદેશમાંથી મોટા પાયે સરકારી ભાતની ચોરી કરાયેલા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પકડાયેલા ટ્રક પર 'ઇન્ડિયા ઇઝ ગ્રેટ' લખ્યું હતું. આ ટ્રકમાંથી પકડાયેલું અનાજ પ્રધાનમંત્રી અન્ન યોજનાનું અનાજ હતું જે ગરીબ લાભાર્થીને આપવાનું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top