Election Result 2022 Live updates: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી, 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

News 16
0



ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ તસવીરો મતગણતરી કેન્દ્ર એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠક પૈકી રાજકોટની 8 વિધાનસભા બેઠક પર તમામની નજર છે. તો ગોંડલ બેઠક પર પણ તમામની નજર છે.

ખંભાળિયા બેઠક પર કોણ જીતશે?
આમ આદમી પાર્ટીએ ખંભાળિયા બેઠક પરથી સીએમ ચહેરાના ઉમેદવાર ઈસુદાન ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે, જેમની સીધી ટક્કર કોંગ્રેસના વિક્રમ માડમ સામે થશે. જો આ બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અહીં આહીરોનું વર્ચસ્વ રહ્યું છે અને દર વખતે આહીર સમાજના આગેવાનો અહીં ધારાસભ્ય બને છે. તેથી જ ઇસુદાન ગઢવી માટે આકરી સ્પર્ધા થવાની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે મતગણતરી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે મતગણતરી છે. રાજ્યના 37 મત કેન્દ્ર પર મતગણના થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top