તાપી: પાવાગઢ પ્રવાસે જતી 51 વિદ્યાર્થી ભરેલી બસ કુકરમુંડા પાસે પલટી

News 16
0
મહારાષ્ટ્ર ના જલગાવ જિલ્લાના અમલનેર ખાતે આવેલ શાળાના વિદ્યાર્થીઓ ને ગુજરાત ના પાવાગઢ પ્રવાસે લઇ જતા હોય. જે બસને કુકરમુંડાના મોદલા ખાતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કોઇ વિદ્યાર્થીને ઇજા થઇ ન હતી.અકસ્માત કરી બસ ચાલક ફરાર થઇ ગયો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામની સીમમા ભામસીંગ ભાઈ ઉત્તમભાઈના ખેતર પાસે ફૂલવાડીથી ઈટવાઈ તરફ જતા રસ્તા ઉપરથી ગત રોજ વહેલી સવારે આશરે 3:45 ના સમયે વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો હતો.

મહારાષ્ટ્ર રાજયના જલગાવ જિલ્લાના અમલનેર ખાતે આવેલ લોકમાન્ય વિદ્યાલયના ધોરણ-10 મા ભણતર કરતા 51 જેટલા વિદ્યાર્થીઓ સહીત શિક્ષક સ્ટાફ સાથે આશરે 60 થી વધુ મુસાફર ભરેલી બસ પાવાગઢ પ્રવાસે જય રહી હતી. વિશ્વકર્મા ટુરિસ્ટ ટ્રાવેલ્સ નંબર (RJ-09-PA- 3075)ના ચાલકે પોતાના કબ્જાની બસને પૂરઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દઈ રસ્તાની જમણી બાજુમા આવેલ ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાવી દઈ થાંભલાને ભાંગી નાખી ટ્રાવેલ્સને પલટી ખવડાવી દેતા ફરિયાદી સંજયભાઈ વિષ્ણુભાઈ શર્મા રહે. શાહદા બસ સ્ટેશન સામે તા.શાહદા જી.નંદુરબાર(મહા)નાઓન કમરના ભાગે અને ડાબા ખંભા ઉપર ઇજા પોહચાડી હતી. તેમજ બસમા સવાર મનીષાબેન ને માથાના ડાબા ભાગે ઇજા પહોંચાડી હતી.

અનસૂયાબેનના માથાના ભાગે તેમજ સરસ્વતીબેનને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. આ ઘટનામા ઇજા ગ્રસ્ત મુસાફરોઓને 108 મારફ્તે કુકરમુંડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમા સરવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા.આ ઘટનામા સદનસીબે વિધાર્થીઓ કે શિક્ષક સ્ટાફ કે અન્ય મુસાફરો સાથે કોઈ મોટી જાનહાની થઇ નથી. ટ્રાવેલ્સના ચાલાક પોતાની કબ્જાની ટ્રાવેલ્સને ઘટના સ્થળે મૂકી ફરાર થઇ ગયો હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમા સંજયભાઈ વિષ્ણુભાઈ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવતા નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top