તાપી જિલ્લામાં 15મી ડિસેમ્બર થી 20 ડિસેમ્બર જિલ્લાના 60 જેટલા ગામોમાં ફાઇલેરિયા ટેસ્ટ કરવામાં આવશે જેને લઈને તાપી જિલ્લામાં 182 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે જે ટીમો અલગ અલગ ગામોમાં જઈને ફાઈલેરીયા ટેસ્ટ કરી જરૂરી માર્ગદર્શન અને નિદાન આપશે તાપી જિલ્લામાં કુલ 93 ફાઇલેરિયા (હાથીપગા )ના કેસ છે. તાપી જિલ્લાનો કાર્ય વિસ્તારની જાહેર જનતામાં લીમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગો) રોગના ચેપનું પ્રમાણ કેટલુ છે તેની તપાસ 20 વર્ષથી ઉપરના વ્યકિતઓમાં કરવામાં આવશે.
જેના ભાગ રૂપે આગામી તા.15.12.22થી તા.20.12.22 દરમ્યાન તાપી જિલ્લાના કુલ 60 જેટલા ગામોમાં ફાઈલેરિયા ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની 182 ટીમો સરકાર દ્વારા રેન્ડમલી સિલેકટ થયેલી છે જે વ્યારા તાલુકાના 15 ગામો, ડોલવણ તાલુકાના 7 ગામો, વાલોડ તાલુકાના 7 ગામો, સોનગઢ તાલુકાના 17 ગામો ઉચ્છલ તાલુકાના 6 ગામો, નિઝરના 5 ગામો અને કુકરમુંડા તાલુકાના 3 ગામો સહિત કુલ 60 ગામોમાં ફાઇલેરિયા ટેસ્ટ કરાશે.
જેમાં વ્યારા તાલુકાના વડકુઇ, ભાનાવાડી, ઉંચામાળા, વાંદરદેવી, ડોલારા, કેળકુઇ, મગરકુઇ, ભોજપુર નજીક, ખુશાલપુરા, કરજ વેલ બેડકુવાનજી, ડોલવણ તાલુકાના ડોલવણ-1, પંચોલ, તકીઆંબા, પાઠકવાડી, ડુંગરડા, ગડત, અંતાપુર, સોનગઢના પોખરણ, ડોસવાડા, ઓટા ટોકરવા, ગાયસાવર, મોહપાડા, ગુણસદા, સીલેટવેલ આમલપાડા આછલવા, ખેરવાડા, ઘાંસીયામેઢા, કાકડકુવા, મૈયાલી, કાંટી, જૂની બાવલી, ઉચ્છલમાં સમાવિષ્ટ પાટીબંધારા, મોહિની, ભડભૂંજા, દેવચાંદની, નિઝર તાલુકાના રૂમકીતલાવ, આડદા, વાકા, કુકરમુંડાના તોરંદા, નીભોરા ગામોનો સમાવેશ થાય છે, જે માટે જાહેર જનતાને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત તાપી દ્વારા અનુરોધ કરાયો છે.
આ રીતે ફાઇલેરીયા થવાની શક્યતા
લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ કૃમિથી થતો રોગ છે, જેને સામાન્ય રીતે હાથીપગા (એલીફન્ટાઈસીસ) તરીકે ઓળખવામાં આવે છે. તે ફાઈલેરીયલ પરોપજીવી તરીકે ઓળખાતા દોરી જેવા કૃમિથી થાય છે. જે મચ્છર (કયુલેકસ) કરડવાથી આવા પુખ્ત કૃમિ (નર અને માદા બંને) લસિકાગ્રંથીઓમાં દાખલ થઈ જાય છે અને ત્યાં માદા કૃમિ માઈક્રોફાઈલેરીયા તરીકે ઓળખાતા લાખો કૃમિઓને જન્મ આપે છે અને હાથી પગો રોગ થવાની શરૂઆત થાય છે, જો યોગ્ય સમયે સારવાર ન લેતા વિકૃતીમાં પરિણમે છે. હાથીપગા રોગથી દર્દીનું મૃત્યુ થતું નથી. આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.


.png)