ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં કર્યો વધારો

0
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો.



સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. સરકારે નિર્ણય લીધો છે કે હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. GRD જવાનને પ્રતિ દિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા મળશે. 1, નવેમ્બર 2022થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top