ગુજરાત વિધાનસભાની ચૂંટણી:અમિત શાહની નજર હેઠળ ત્રણ જ દિવસમાં 182 ઉમેદવારો નક્કી થશે

News 16
0
  • ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થશે
  • ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો રિપીટ કરે છે કે નો રિપીટ થિયરી તે સ્પષ્ટ થશે



ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આ બેઠકમાં ભાગ લેવા બુધવારે સાંજે જ અમદાવાદ આવી ગયા હતા. શાહ ત્રણેય દિવસ અહીં જ રોકાઇને તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરશે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.

હવે આ ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોને રિપીટ કરે છે કે નો રીપીટ તે લગભગ આ ત્રણ દિવસની બેઠક બાદ લગભગ સ્પષ્ટ થઇ જશે.આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે. સવારે દસ વાગ્યાથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર અલગ-અલગ લોકસભા મતક્ષેત્ર કે જિલ્લા હેઠળ આવતી વિધાનસભા બેઠકો માટેની ચર્ચા થશે. બેઠકમાં નિરીક્ષકોને પણ શાહ સહિતના નેતાઓ સાંભળશે અને તેમનો અભિપ્રાય પણ સામેલ કરશે.

શાહના બંગલે મોડી રાત સુધી ભીડ જામેલી રહી
અમિત શાહ બુધવારે મોડી સાંજે અમદાવાદ આવી ગયા હતા. તેઓ ગુરુવારે મોરબી પુલ હોનારતના પીડિતોની મુલાકાત લેવા જઇ શકે છે. જો કે શાહ આવે તે પહેલાં જ ટિકિટની ઇચ્છા ધરાવનારાં ઘણાં લોકોએ તેમના બંગલા બહાર ભીડ લગાવી દીધી હતી. જો કે શાહ પોતાના બંગલે ખૂબ મર્યાદિત લોકોને મળ્યા હોવાના સમાચાર છે.

એક બેઠક પર બે કે ત્રણ નામ પસંદ કરાશે
​​​​​​​ત્રણ દિવસની બેઠક બાદ દરેક બેઠક પર ઉમેદવારના નામને લઇને લગભગ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે, જો કે પાર્ટીના નેતાઓ માત્ર એક જ નામ ફાઇનલ કરવાને બદલે દરેક બેઠક પર બે કે ત્રણ નામની પેનલ બનાવી શકે છે, જેમાં દરેક નામ સાથે જોડાયેલાં સમીકરણનો ઉલ્લેખ પણ કરાશે, જેથી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરી શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top