ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં 6ના મોત લોકોના મોત થયા છે.
બુધવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. અહીં ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 6 થયો છે.નેપાળની સેનાને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
પિથોરાગઢમાં ફરી ધ્રૂજી ધરા
ગઈકાલે રાત્રે 2 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા બાદ સવારે ફરીથી આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સવારે 6.27 કલાકે ફરીથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. આ પહેલા મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પિથોરાગઢ જિલ્લામાં રાત્રે 1.58 કલાકે 5 સેકન્ડ માટે ધરતી ડોલી થઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5-7 માપવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.