ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ.
આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.
29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.


.png)