જે કાર્યકરોએ ભાજપ ના છોડને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે

News 16
0
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજ્યમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આજે ભાવનગર આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જય નારાયણ વ્યાસ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, જય નારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે તેમ છતાં તેઓ 15 વર્ષ કેમ ભાજપમાં રહ્યા. હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે, જે કાર્યકરોએ ભાજપના છોડને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે. કાર્યકરો પોતાના દુઃખ ના કારણે પાર્ટી છોડી રહ્યા છે.




ભાજપની કેટલી સીટ આવશે ?
જગદીશ ઠાકોરે કહ્યું, આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી એક મહિનો અહીં મુકામ કરે તો પણ ભાજપની સત્તા આવવાની નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top