ભારતે ઝિમ્બાબ્વેને જીતવા આપ્યો 187 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 25 બોલમાં અણનમ 61 રન

News 16
0
ટી20 વર્લ્ડકપમાં આજે 42મો મુકાબલો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું.



રોહિત ફરી નિષ્ફળ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.

ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કર્યો બદલાવ
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનઃ

વેસ્લે મધવેરે, ક્રેગ ઇરવિન (કેપ્ટન), આર.ચકાબવા, સિન વિલિયમ્સ, સિકંદર રઝા, ટી. મૂન્યોંગા, આર. બર્લ, ટી. ચતારા. આર. ગાંરવા, મસાકાદ્ઝા, મુઝરબાની

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top