આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે.
આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે