ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. આપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે.
જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કોંગ્રેસની ત્રીજી યાદી છે. આ પહેલા કોંગ્રેસે બે યાદી જાહેર કરી હતી. આજે 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.