આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ આજે તેમના એક દિગ્ગજ નેતા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. આપના નેતા અંગે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરે આજે આપ નેતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
આપ નેતા ગુલાબસિંહ યાદવ પર મહિલાનું શોષણ કરવાનો પ્રગતિ આહીરે આરોપ લગાવ્યો છે. આપના દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને હિનકૃત્ય કરે છે પ્રગતિ આહિરે કહ્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ચાર પ્રકારના Dથી આમ આદમી પાર્ટી ચાલે છે. દંગા, દારૂ, ડ્રગ્સ અને દુષ્કર્મથી આમ આદમી પાર્ટી ચાલે છે. આપના નેતા ગુલાબસિંહ યાદવ ઉપર મહિલાનું શોષણ કરવાનો કોંગ્રેસે આરોપ લગાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.